66 - ઉન્માદ ! વયનું વહેણ કે કલરવનું કહેણ નહિ / મુકુલ ચોકસી


ઉન્માદ ! વયનું વહેણ કે કલરવનું કહેણ નહિ,
આપ્યા કરે તે નેણ છે, ઈશ્વરની દેણ નહિ.

આ કેશને કરેણ ગમે છે એ વાતના,
કારણમાં કોક પણ હતું-કેવળ કરેણ નહિ.

ડૂબી જવામાં હોય નગર પણ જવાબદાર,
કેવળ નદીનાં પાણીનું બદલાતું વહેણ નહિ.

ખાલી થવાની સાથે ભરાતા જવું સતત,
દેખીતી રીતે પાછી કોઈ લેણદેણ નહિ.



0 comments


Leave comment