67 - જાણું નહીં કે ઉન્નતિ છે કે છે અવનતિ / મુકુલ ચોકસી


જાણું નહીં કે ઉન્નતિ છે કે છે અવનતિ,
ઉન્માદ! બસ, ગતિ અને કેવળ ગતિ ગતિ!

ઇચ્છા શું, આવડત શું અને શું અનુમતિ ?
ઉન્માદવામાં અલ્પ વળી શું ને શું અતિ ?

થઈ જા વિલીન, આવી છું બ્રહ્યાંડ જગ વતી,
સ્વરમાં શનિ ને બાહુમાં લઈને બૃહસ્પતિ.

મન ક્યાં જશે કહે ને કહે ક્યાં જશે મતિ ?
તારી ઉપસ્થિતિ ને સમાધિની નિજ સ્થિતિ.

થાશે બધુંય બંધ તો રીતોમાં શી ક્ષતિ ?
પાંપણ કે પ્રેમ સૌની છે પોતાની પદ્ધતિ...


0 comments


Leave comment