69 - ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે ! / મુકુલ ચોકસી
ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !
ને ઝૂમીએ તો ચોંકી ઊઠે છે દિશા દસે,
પગ પુચ્છ પર પડે અને જ્યમ શ્વાન કો ભસે.
ધરતા રહીશું જે કંઈ આપસમાં ધસમસે,
આમ જ હજારો ચંદ્ર પ્રકટશે અમાવસે.
ઉન્માદ! આ ચરણ ભલે ડગલુંય નહીં ખસે,
આમ જ હવે તો પહોંચી જવાશે બનારસે.
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !
ને ઝૂમીએ તો ચોંકી ઊઠે છે દિશા દસે,
પગ પુચ્છ પર પડે અને જ્યમ શ્વાન કો ભસે.
ધરતા રહીશું જે કંઈ આપસમાં ધસમસે,
આમ જ હજારો ચંદ્ર પ્રકટશે અમાવસે.
ઉન્માદ! આ ચરણ ભલે ડગલુંય નહીં ખસે,
આમ જ હવે તો પહોંચી જવાશે બનારસે.
0 comments
Leave comment