70 - ઉન્માદ ! છો ઋતુને રવાડે ચડી જશું / મુકુલ ચોકસી


ઉન્માદ! છો ઋતુને રવાડે ચડી જશું,
આમે ય શબની જેમ અમસ્તા સડી જશું.

એવી રીતે હવે તો પરસ્પર અડી જશું,
ખોવઈશું અહીં ને બીજેથી જડી જશું.

પીશું, પિવાડશું અને લથડી પડી જશું,
રસ્તે જતા કોઈને ભલે ને નડી જશું !

હો કાવ્ય કે પ્રલાય કે ઉપદેશ વાર્તાલાપ,
જે કંઈ સૂઝે તે આપણે બસ બડબડી જશું.

જોવું છે, ક્યાં બતાવવું છે કોઈને કશું ?
જાણીબૂઝીને ભીડથી પાછળ પડી જશું.0 comments


Leave comment