1 - નિવેદન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આ લઘુનવલ ૧૯૯૨માં પ્રગટ થઇ ત્યારે સહજ સંકોચ સર્જનક્ષેત્રે મેં પહેલું ડગલું માંડ્યું હતું. આજે આ ત્રીજી આવૃત્તિ થઇ રહી છે ત્યારે સ્વાભાવિક આનંદની સાથોસાથ કંઇક ધરપતની લાગણી અનુભવું છું.

      અનેક મિત્રો, મુરબ્બીઓ અને સહૃદયોએ આ કૃતિને જે ઉમળકાથી વધાવી છે એ મારે મન બહુ મોટી મૂડી છે. આપણી જૂની-નવી પેઢીના અનેક ગણમાન્ય વિદ્વાનોએ વિવિધ સામયિકો-અખબારોમાં આ નવલ વિશે નિખાલસ પ્રતિભાવો આપ્યા છે, એ સહુની હું હૃદયથી આભારી છું.

      સામાન્ય રીતે આપણા મધ્યમવર્ગમાં દરેક બાબતે દીકરીનો ક્રમ બીજો હોય છે, પરંતુ મને મારા સદભાગ્યની ઈર્ષ્યા આવે છે. ઘરમાં મારા અભ્યાસ તથા સાહિત્યપ્રવૃત્તિમાં પૂર્ણ સ્વાતંત્ર્ય આપનાર અને સતત હૂંફભરી કાળજી લેનાર ભાઈ-ભાભી રમેશ-રેખાની હું આ જન્મ ઓશિંગણ રહીશ. નવલકથાનો પહેલો મુસદ્દો લખવા ગઈ ત્યારે ચમરી ગેસ્ટ હાઉસ, ઉકાઈ માટે અનુકુળતા કરી આપનાર સ્વજન સુધાબહેન, અશ્વિનભાઈ અને ઋત્વિજને કેમ ભૂલાય ?

      અંતે, મને અને મારા શબ્દને જેમના સર્જક વ્યક્તિત્વનો હર્ષ-દ સંગ સાંપડ્યો છે એવા ‘પ્રિય’ના સ્મરણ સાથે.....

તા.૧૮-૭-૯૬
- બિન્દુ ભટ્ટ


2 comments

Kir

Kir

Jun 03, 2017 10:29:26 AM

TestComment

0 Like

Kir

Kir

Jun 03, 2017 09:04:05 AM

test

0 Like


Leave comment