1 - આશીર્વચન / ભિન્ન ષડ્જ / મોરારિ બાપુ


!!રામ!!

      પરમ સ્નેહી હરીશભાઈની કેટલીય સાત્વિક ક્ષમતાઓ મેં જાણી છે. એની વાત કરવામાં મને તો સ્વાત: સુખ અનુભવાશે પરંતુ હરીશભાઈને સ્વાત: સંકોચ થશે. માટે એ અહોભાવના પ્રદેશમાંથી બહાર આવીને એમની કવિતામાં પ્રગટ થતાં આદિ આશ્ચર્યોની એક પરકમ્મા કરીએ.

      આપણે ત્યાં આદિ કવિના ઉદ્દગમસ્થાન ત્રણ છે : કમલ, દ્રીપ અને રાફડો. કમળમાંથી આદિ કવિ બ્રહ્મા, દ્રીપમાંથી કૃષ્ણ દ્રૈપાયન વ્યાસ તથા વાલ્મીકિ – રાફડામાંથી વાલ્મીકિ. મારી અંગત માન્યતા અને વ્યક્તિગત જવાબદારી સાથે મારું માનવું છે – વિશ્વના તમામ કવિઓનું ગૌત્ર આ ત્રણેય છે, એટલે કે અચ્યુત ગૌત્ર છે કે જે વિચાર-વિશ્વાસનાં બંને ચક્રોને વિવેકની ધરી ઘણું દૂરનું બહુ જ નજીકથી સંભળાયું છે.

     ‘ભિન્ન ષડ્જ’ શબ્દ, સૂર અને સ્વરનો ત્રિવેણી–સંગમ જણાય છે. આમાં શબ્દ (સરસ્વતી) પ્રગટ છે. સૂર અને સ્વર ગુપ્ત છે.

      આવો આપણે આ કાવ્યકુંભમાં સ્નાન કરીએ. મારી ખૂબ જ પ્રસન્નતા અને પ્રભુ પ્રાર્થના જોડું છું.

રામ સ્મરણ સાથે  મોરારિબાપુ
ચિત્રકૂટ ધામ,   તલગાજરડા,  ૦૪-૦૧-૨૦૦૭ 


0 comments


Leave comment