2 - ધન્યતા / ભિન્ન ષડ્જ / સુનીતા ચૌધરી


      અમારા પરિવારને પ્રો. હરિશ્ચન્દ્ર જોશી સાથે બે દાયકાનો સંબંધ મુખ્યત્વે સંગીતકાર તરીકેનો. એમણે કવિ શ્રી રમેશ પારેખના ‘તારો મેવાડ મીરાં છોડશે’ અને ‘મનપાંચમના મેળામાં’ જેવી કૃતિઓની સ્વરરચના કરી અને કંઠ આપ્યો. એથી રમેશભાઈ અનેક ભાવકો સુધી પહોંચ્યાં.

      આ અર્થશાસ્ત્રના અધ્યાપક કવિ છે એની જાણ મોડી થઈ. પણ ‘ઉનાળે રાજસ્થાન’ જેવી રચનામાં સૂક્ષ્મ નિરીક્ષણ, ‘એકલું એકલું લાગે’ જેવા ગીતમાં પરમતત્વના વિરહની લાગણી ‘કેવળ વાદવિવાદા’ જેવી રચનામાં ધર્મનું માનવીય અર્થઘટન તો ‘તરબતર તરજ’ અને ‘ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ’ જેવી ગઝલમાં નવી રૂપરચના સાથે સર્જકનો નોખો અવાજ સંભળાય છે. હરીશભાઈના કંઠે ભૈરવીનું ગાન સાંભળવું એક લહાવો છે એ અર્થમાં ‘ભિન્ન ષડ્જ’ નામ ઉચિત છે. ગઝલ–વિભાગની સમૃદ્ધિ ધ્યાન ખેંચશે.

      પરમ આદરણીય શ્રી મોરારિબાપુનું સુશાભિષ સાથે આ સંગ્રહ પ્રગટ થાય છે એથી રંગદ્વાર પ્રકાશન પણ ધન્યતા અનુભવે છે.

સુનીતા ચૌધરી
તા. ૦૯-૦૩-૨૦૦૭ -


0 comments


Leave comment