3 - શાણી એંધાણી ? / હરિશ્ચન્દ્ર જોશી
અંદર અંદર ફૂટી જતો પરપોટો ઉચરે વાણી
આ શાણી છે એંધાણી ?
કાળઝાળ શો દિવસ ઊગે ને જાત રહે શેકાતી
રણની વચ્ચે ભૂલું પડે મન તરસ બધે વેચાતી
લાગે પળ ગાળ સમાણી...
હથેળીઓમાં ખળખળ વહેતી નદીઓ બધી સુકાણી
સૂક્કા દિવસો જોઈ જોઈને આંખો પણ તળવાણી
લાગણીઓ થઈ ધૂળધાણી....
રાત પડે તો યે લોહીમાં વહેવું સૂરજ સાથે
નિ:શ્વાસે નિ: શ્વાસે બળતું જંગલ છાતી માથે
સપનાંની ફૂટે ધાણી...
0 comments
Leave comment