72 - આ તો છે એ જે સર્વ સદા ને સતત કરું / મુકુલ ચોકસી


આ તો છે એ જે સર્વ સદા ને સતત કરું,
ઉન્માદ! પ્રેમ, પત્ર નથી કે પરત કરું.

કોરી હથેળી જોઉં અને હું તરત કરું,
ઊકલી શકે ન એવી રીતે દસ્તખત કરું.

દેખીતી રીતે થઈ ન શકે તો સ્વગત કરું,
છે એ મહત્વનું કે હું મસ્તિષ્ક નત કરું.

કેવળ છે કેફ કેફ અને કેફને વિષે,
કેવી રીતે રજૂ હું કોઈ કેફિયત કરું?

એ જુદી વાત છે કે આ તારી જ વાત હું,
કોઈ વખત જવા દઉં... કોઈ વખત કરું.0 comments


Leave comment