76 - બેઉ પણ હાજર નથી એ એક જણની મહેર છે / મુકુલ ચોકસી


બેઉ પણ હાજર નથી એ એક જણની મહેર છે,
કે હવે ‘ઉન્માદ’ ને ‘ઇર્શાદ’માં શો ફેર છે?

રંગ માટેની સમજ કંઈ આવી મારે ઘેર છે,
જેમ લીલાં ઝેર છે તેમ જ આ લીલાલ્હેર છે.

જે કંઈ બનતું રહે છે તેમાં ક્યાં કંઈ ફેર છે ?
કોઈમાં અંગત રહે... તો કોઈમાં જાહેર છે.

કોઈને સંતાવા માટે એક ઘર છે તો ‘મુકુલ’.
આપણી પાસે ય હજ્જારો ગઝલના શે’ર છે.



0 comments


Leave comment