78 - ઉન્માદ! કંચુકીથી ય કમનીય કાળ છે / મુકુલ ચોકસી


ઉન્માદ! કંચુકીથી ય કમનીય કાળ છે,
ઝૂલો તો ડાળ છે અને ઊતરો તો ઢાળ છે.
ચાહો પ્રવેશવા તો કશું ક્યાં વચાળ છે?
કિલ્લાને ક્યાં છે કોટ કે ક્યાં કોટવાળ છે?

ને આમ તો કશું જ નથી બસ વરાળ છે,
ઠારો તો માત્ર જળ છે ને સ્પર્શો તો ઝાળ છે.

ભીની છે બંને આંખ ને કોરું કપાળ છે,
દરિયાઓ વચ્ચે બેટ ને એમાં દુકાળ છે.

બાકી તો લાગણીઓ હજુ એ જ બાળ છે,
લૂછો તો લાળ છે ને હોળો તો વાળ છે.0 comments


Leave comment