81 - મુક્તકો – ૩/ મુકુલ ચોકસી


આંખ થાકીને રહી ગઈ જોતી,
જળ હતાં કિન્તુ ક્યાં હતાં મોતી ?
છેક ઊંડે ગયા તો સમજાયું,
તું સમંદર હતી, અને નહોતી.

આખેઆખાં જુદાં થયાં તો પણ,
આ મુહબ્બત રહી છે એ દુ:ખ છે.
આભ ફાટી પડ્યું છે એથી વધુ,
છત સલામત રહી છે એ દુ:ખ છે.

એક ઠંડી નજરથી થીજે છે,
જે ન થીજ્યા’તા હિમપ્રપાતોમાં;
સાત સાગર તરી જનારા પણ
છેવટ લાંગર્યા અખાતોમાં.0 comments


Leave comment