82 - મુક્તકો - ૪ / મુકુલ ચોકસી
જેને ખાલીપો લાગે છે પળભર,
તેઓ ગમતું કશુંક અડી લે છે.
જે ભયાનક રીતે અટૂલા છે,
તે તો ટોળામાં પણ રડી લે છે.
ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી !
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી?
પાસે જઈને જોઉં તો કંઈ પણ હતું નહીં,
રેતી ઉપર લખ્યું’તું કે અહીંયાં પરબ હતી.
જળમાં રમતો મૂકીને પડછાયો
કોઈ ચાલ્યા કરે કિનારા પર,
આપણે કઈ રીતે તરી શકીએ
આટલા પાતળા સહારા પર ?
0 comments
Leave comment