83 - મુક્તકો – ૫ / મુકુલ ચોકસી


હવે માર્ગ આગળનો ખૂબ જ વિષમ છે,
હું અટકી ગયો છું ને ચાલુ કલમ છે;
અને આમ અડધેથી પાછો વળું તો
મને મારી કાચી કવિતાના સમ છે.

એનો વાંધો કોઈને નહોતો કદી, કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઓઢીને રણ, જે જાય તેને
કેમ જાણી જોઈને સામે મળે છે?

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.0 comments


Leave comment