84 - મુક્તકો – ૬ / મુકુલ ચોકસી
આંસુ મારાં, ન પૂછ શાનાં હતાં?
તેઓ બીજે તો ક્યાં જવાનાં હતા?
તેં લૂટાવેલા ટાપુઓ ફરતે
થોડા દરિયા બનાવવાના હતા.
તવ સ્મરણથી થવું પડે અળગા
તો આ રાતોમાં કેમ પોઢી શકું !
આમ નિદ્રા અમાન્ય છે તો પણ
ચિરનિદ્રા કહો તો ઓઢી શકું
બારીએ બેસવાનો જ્યારે સમય મળે છે,
આકાશ ઓગળે છે ને છત છજાં ગળે છે;
ત્યાં એક કાવ્યકન્યા સામેની શેરીએથી
ભાષાનાં ભીનાં વસ્ત્રો પહેરીને નીકળે છે.
0 comments
Leave comment