85 - મુક્તકો – ૭ / મુકુલ ચોકસી
સમય જવાની ય બેચાર રીતે આવે છે
કોઈનો કાળ વીતે છે કોઈ વીતાવે છે;
નિભાવી જાણે જે માણસને તેઓ ક્યાં મળશે ?
વચન તો બાકી ઘણાં માણસો નિભાવે છે.
જળ ગમે તે જગાએ વરસીને
છેવટે જાય છે સમંદરમાં,
શહેરમાં ઓગળી જતાં પહેલાં
જેમ વરસી હતી તું મુજ ઘરમાં.
તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.
0 comments
Leave comment