87 - મુક્તકો – ૯ / મુકુલ ચોકસી


તૂટી’તી એક તિજોરી અને ધન રહી ગયું,
ભીંજાયું એક શરીર અને મન રહી ગયું,
વરસીને કોઈ વસ્તીની વચ્ચે ભળી ગયું,
ને કોઈ આભ જેટલું નિર્જન રહી ગયું.

હો ભીડમાં જ સારું બધાંમાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય,
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ ‘કેમ છો’ કહીને ન પાછા વળી જવાય.



0 comments


Leave comment