92 - છેલ્લું આલિંગન / મુકુલ ચોકસી


એક અશાંત સોમવારે
બપોરે સાડા ત્રણ વાગે મેં તને
છેલ્લી આલિંગેલી
તે હતી ધોયેલી વેદનાના
શ્વેત નીતરતા ફૂલ જેવી
અને હું
ત્રસ્ત કબૂતરોના રુક્ષ ઘુઘવાટ જેવો
અમે હતાં
અજંપ રાત્રિઓની ભીષણ નીરવતા જેવાં...
અટકી અટકીને ચૂમતાં હતાં એકમેકને
અજવાળા વગરના સૂર્યો
તેના કેશમાંથી તોડ્ય જતો હતો હું
અને તે તેના એક પછી એક જન્મોને
સંકોરતી જતી હતી
મારી પ્રગાઢ નિ:સ્તબ્ધ ભીંસમાં –
નદીઓ
લગભગ બધી જ નદીઓ
વહેવા માંડી હતી અમારી તરફ
અને બહાવરાં બની ફરફરતાં હતાં
ઇતિહાસનાં વજનદાર પૃષ્ઠો
હાંફી રહ્યા હતા સઢો
ફંગોળાઈ જતા હતા શ્વાસોશ્વાસ
અને ઉંહકારા
બીજની રાત્રે દબાયેલા ચંદ્ર જેવા
બેવડ વળી ગયા હતા
અમારા બે જણ વચ્ચે ભીંસાઈને.
તેનું વજન
સુગંધ બનીને ઊડી જવાં માંગતું હોય
એ રીતે સ્પર્શતું’તું મને અને હું યાદ કરું ચુ કે હું
ક્યાં હતો અને કોણ હતો
કેવો હોઈશ હું !
તૂટી તૂટીને ફરી સંધાઈ જતી
પંખીઓની હાર જેવો !
કે રેલાઈને
લંબાઈ જતી વિસ્મયિત જળધાર જેવો !
અમારાં અશરીર એક હતાં છેક
ને વિસ્ફોટક મૌન
અને ટેન્કની સન્મુખ ઊભાં રહીને
વિરહને ધોધમાર વળગીને કર્યો હતો પ્રેમ
સૂર્યમાં ખોસી દીધાં હતાં
સાડત્રીસે સાડત્રીસે
પગથી પાણી અલગ ક્યાં હતું જરાય !
ને શપ્ત આત્માઓના કકળાટથી
મુકતો હતો
અમારો ગુલાબી ભય
જે અમને બપોરે સાડા ત્રણ વાગે
અમારી પ્રસ્વેદયુક્ત છાતી જેટલો જ
ગમ્રો હતો, કદાચ...0 comments


Leave comment