32 - અમથો અમથો અમથાજીએ કર્યો સમયથી ઝગડો / રમણીક સોમેશ્વર
અમથો અમથો અમથાજીએ કર્યો સમયથી ઝગડો,
આજ અરીસો જોતાં અમથાજીનો મિજાજ બગડ્યો.
અમથાજીએ છાતી ઉપર જોયો સફેદ વાળ,
અમથાજીને લાગ્યું આ તો સૌથી મોટું આળ.
ઇચ્છાના પાંખાળા અશ્વો અમથો રોજ પલાણે,
અસવારીના મનસૂબા ખોટા-એ પાછો જણાવે.
વિગત દિવસનાં પરાક્રમો એ પડછાયાને કહે,
અને આજની પછડાટો સૌ મનમાં મનમાં સહે.
અમથો કહે ન જોઈએ હાળી, સમય નામની વસ્તુ,
આખે આખી કથા જિંદગીની થઈ જાતી અસ્તુ !
0 comments
Leave comment