34 - કાગળ-કલમ સજાવી બેઠા અમથાજી કરજોડ / રમણીક સોમેશ્વર


કાગળ-કલમ સજાવી બેઠા અમથાજી કરજોડ,
અક્ષર બે શીખ્યા તેદુના કવિ થવાના કોડ.

કરે પ્રાસના જાપ અને લયની લાકડિયું ભાંગે,
એક કવિતા કાજે અમથો અખંડ રાતો જાગે.

છાપેલા અક્ષરનો ચાખ્યો જે દિવસથી સ્વાદ,
ઠેર ઠેર ફેલાઈ જવાનો જાગ્યો છે ઉન્માદ.

ઘણું કરે, કરગરે, છતાં ના મળે કવિતા એક,
જીવતરના પાના પર અમથો કરતો છેકાછેક.

ઘણું વિમાસે, ઘણું ચકાસે, કાંઈ ન નીકળે તોડ,
કાગળ-કલમ સજાવી બેઠા, અમથાજી કરજોડ.0 comments


Leave comment