35 - અમથાજી રે અમથાજી, કંઈ ચાલ્યા નગર-બજાર / રમણીક સોમેશ્વર
અમથાજી રે અમથાજી, કંઈ ચાલ્યા નગર-બજાર
નગર-બજારે ગારુડી કંઈ માંડી બેઠા હાટ
આંખો મીંચી અમથાજી ઝૂલે હિંડોળા-ખાટ
અમથાજી રે....
નગર-બજારે તરગાળા કંઈ દાંડી પીટે ઢોલ
અમથાજીને હોઠે રમતા ભાત ભાતના બોલ
અમથાજી રે....
નગર-બજારે નટ નાચે છે તા થૈયા, તા થૈયા
અમથાજી પગ ઠમકારે ને જોયા કરે ભવૈયા
અમથાજી રે...
નગર-બજારે બજાણિયાના ચાલ્યા કરતા ખેલ
આ પા જાવું કે ઓલી-પા, પારખવું મુશ્કેલ
અમથાજી રે અમથાજી, કંઈ ચાલ્યા નગર-બજાર
0 comments
Leave comment