38 - આંગણે ભીનાં ચરણ મૂકી ગયું / રમણીક સોમેશ્વર


આંગણે ભીનાં ચરણ મૂકી ગયું,
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું;
બારણાંને પણ ફૂટી ગઈ કૂંપળો,
કોઈ આવીને સહજ ઝૂકી ગયું.
0 comments


Leave comment