39 - સતત ગૂંજ્યા કરે ગઝલ શ્વાસ મધ્યે / રમણીક સોમેશ્વર


સતત ગૂંજ્યા કરે ગઝલ શ્વાસ મધ્યે !
વહે શબ્દ જેવું અનાયાસ મધ્યે !

કશો કલકલે નાદ ધીમો મધુરો,
કશો રવ સુણાતો સકલ પ્રાસ મધ્યે !

કશું કર્ણ મધ્યે રણકતું ઝણકતું,
અહા ! જીવ મહાલે છે અજવાસ મધ્યે !

શિરાએ શિરાએ વહે સર્વ નદીઓ !
વહે વાયુઓ સર્વ અવકાશ મધ્યે !

આભાસ, આવાસ, આકાશ, આ હાશ,
બધું એક ભાસે ચિદાકાશ મધ્યે !0 comments


Leave comment