43 - ઘટના મને સ્પર્શીને ચાલી ગઈ અનાગતમાં / રમણીક સોમેશ્વર


ઘટના મને સ્પર્શીને ચાલી ગઈ અનાગતમાં,
નીકળી હું મારાથી પ્રવેશું છું તથાગતમાં.

ઘૂમી વળું બેબાક ભીતરના કણેકણમાં
ને સપાટી પર તને લાગું યથાવતમાં !

એ હવે રૂંવેરૂંવે ઊતરી ગયો ભીતર
હાથમાં લીધો પદારથ જે શરારતમાં !

ઊડવું ઊંચે કે ડૂબકી મારવી ઊંડે,
છેવટે વીખરાઈ જાવાનું તફાવતમાં !

એક ભીના કંપ સાથે હું ભળી જાતો,
છેક ઊંડે, ઊંડે ઊંડે, ઊંડે આગતમાં !0 comments


Leave comment