45 - અચાનક એમ બસ ચોંકી જવાયું / રમણીક સોમેશ્વર


અચાનક એમ બસ ચોંકી જવાયું
પલકમાં આભ આખું પી જવાયું

અકળ એવો ધ્વનિ રણક્યો અનર્ગળ
બધું થંભી ગયું, થીજી જવાયું

અનેરું આભ ગોરંભાયું ભીતર
ધરા-આકાશ સહ ભીંજી જવાયું

કશું ઝરમર ઝિલાયું સ્પર્શ રૂપે
અને એક બુંદમાં ડૂબી જવાયું

ચરણ થંભ્યા પ્રથમ થોડું હવામાં
અને આ કેટલું કૂદી જવાયું !0 comments


Leave comment