46 - સ્હેજ આકાશે રઝળવા નીકળ્યા / રમણીક સોમેશ્વર


સ્હેજ આકાશે રઝળવા નીકળ્યા
શ્વાસ તોરીલા રખડવા નીકળ્યા

કોણ રોકે કોણ ટોકે એમને
મત્ત વાયુ શા પમરવા નીકળ્યા

સ્થળ-સમય-સંજોગ હળવે ઊંચકી
મસ્ત-મોજી એમ ફરવા નીકળ્યા

ખેરવી ઓળખ અને આકાર સૌ
જાત ઓગાળી પસરવા નીકળ્યા

શ્વાસ અલગારી સજનવા નીકળ્યા
લોલ લ્હેરાતા લહરવા નીકળ્યા0 comments


Leave comment