47 - હાથ અગ્નિમાં ઝબોળ્યો છે તમે / રમણીક સોમેશ્વર


હાથ અગ્નિમાં ઝબોળ્યો છે તમે
સ્હેજમાં સાગરને ડહોળ્યો છે તમે

ને છતાં ભીનાં થવાયું તરબતર
માત્ર ખાલી પ્યાલો ઢોળ્યો છે તમે

સ્પંદનો રૂંવે રૂંવે ઘૂમી વળે
ક્યો પદારથ એમ ઘોળ્યો છે તમે

હું મને શોધું છતાં મળતો નથી,
કઈ રીતે બસ આમ, ખોળ્યો છે તમે !

છેક ટચલી આંગળીના નખ ઉપર
આ હવાનો ભાર તોળ્યો છે તમે0 comments


Leave comment