48 - જળાશયની અચાનક પાળ તૂટી / રમણીક સોમેશ્વર


જળાશયની અચાનક પાળ તૂટી
યુગોથી ચાલતી ઘટમાળ તૂટી

ઝબકતો દીવડો તરતો થયો ને
આ કાંઠાઓની ઝાકમઝાળ તૂટી

પ્રવાહો એ રીતે વહેતા થયા કે
બધી ઘટનાઓ અંતરિયાળ તૂટી

ધરાશાયી નથી થ્યું વૃક્ષ આખું
ભલે તૂટી, બટકણી ડાળ તૂટી0 comments


Leave comment