49 - નથી બિંબમાં કંઈ અને એટલે છે પ્રતિબિંબ ઝાંખું / રમણીક સોમેશ્વર
નથી બિંબમાં કંઈ અને એટલે છે પ્રતિબિંબ ઝાંખું,
તમસની નદીને કિનારે ઊભીને ઉકેલો પલાખું.
હવે ટેવ થઈ ગઈ છે સ્વપ્નોને આધારે જીવી જવાની
વિતાવી છે સમજણની સદીઓ, આ પંપાળી પંપાળી *લાખું.
નથી હાથ લાગ્યું કશુંક જે પકડવા સતત શોધ ચાલે,
કદી સ્હેજે સ્પર્શ્યું, કદી હાથથી સાવ છટકી ગ્યું આખું.
પડી ગૂંચ ને સાવ કાચો છે દોરો, નક્કી તૂટવાનો
ઉકેલું પલાખું, અગર હે સજન, તું કહે, ગૂંચ સાંખું !
કિરણ સૂર્યનાં કેમ વર્ણેશ આ મીણનો હાથ લઈને
કને થોડા શબ્દો અને પોત એનુંય ઝાંખું ને પાંખું.
*લાખું : શરીર પર જન્મથી પડેલું ચાઠું,
જે સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએદર્ર શુકનવંતુ માનાય છે.
0 comments
Leave comment