51 - આપણી ધોરી નસોમાં કોણ છે ?/રમણીક સોમેશ્વર
આપણી ધોરી નસોમાં કોણ છે ?
લોહીની તસવીર કંડારી જુઓ !
ને રૂંવાડે સ્પર્શ જેવું કોણ છે ?
આંખ મીંચી નામને ધારી જુઓ !
કોણ શ્વાસોમાં ફરે પંખી સમું ?
એક ટહુકો થઈને પોકારી જુઓ !
આપણી ચારે તરફ છે કોણ એ ?
શબ્દના દીવા જરા ઠારી જુઓ !
0 comments
Leave comment