53 - સાવ ખાલી નથી હોતી સૂકી નદી / રમણીક સોમેશ્વર


સાવ ખાલી નથી હોતી સૂકી નદી,
એને ખોદો તો નીકળે સદીની સદી.

એ નદીની સપાટી બને ભયસૂચક,
કોઈ રેતીમાં ઘર ઘર રમે જો કદી.

કોરી રેતીના પટ પર છે તરવું કઠીન,
કાં તરે બેખબર કાં તરે બેખુદી.

મંદ વહેતો પવન અહીં કરે ગોઠડી,
બેઉં કાંઠે લહેરાય મસ્તી જુદી.

કોઈ પથ્થરનું પંખી અહીં ડાળ પર
ને અહીં ચીતરેલી કે સૂકી નદી.0 comments


Leave comment