56 - આટલામાં ક્યાંક તારું નામ-સરનામું મળે / રમણીક સોમેશ્વર
આટલામાં ક્યાંક તારું નામ-સરનામું મળે;
કોઈ શાપિત યક્ષને એક વાદળું નાનું મળે.
એક સૂકી ડાળ પર ભીની વસંતો પાંગરે
સ્હેજ તારી આંગળીને સ્પર્શવા બહાનું મળે.
માછલીઘર આંખનું દરિયો બનીને ઊછળે,
એક તારી યાદનું જો માછલું છાનું મળે.
પત્ર થઈ પહોંચી શકું હું ટેરવાં સુધી કદાચ,
હું કલમ ઊંચકું ને તારું નામ-સરનામું મળે.
0 comments
Leave comment