58 - હર કદમ પર પુષ્પની કેડી સખે / રમણીક સોમેશ્વર
હર કદમ પર પુષ્પની કેડી સખે
મહેંક ચાલે છે મને તેડી સખે !
હોય ઝાંઝર જેમ એ વીંટળાયલી
રંગભીની પુષ્પની બેડી સખે !
લે, ખરી બે-ચાર ખટમીઠી ક્ષણો
મેં સ્મરણની ડાળ ઝંઝેડી સખે !
આજ ચોક્કસ પુષ્પ-વૃષ્ટિ થઈ હશે
મઘમઘે છે આપણી મેડી સખે !
તરબતર થઈ શ્વાસ તો આ ઊપડ્યા
વાત કોઈએ પુષ્પની છેડી સખે !
0 comments
Leave comment