64 - ચશ્માના તૂટેલા કાચ / રમણીક સોમેશ્વર
ચશ્માના તૂટેલા કાચ,
સામે ઝૂલે ઝાંખું સાચ.
લખ્યા હવામાં અક્ષર ચાર,
કાં હું બોલું, કાં તું વાંચ.
એતો છે મોંઘી મીરાસ,
જીવ સમી સાચવીએ ટાંચ.
શ્વાસો ખરતા દિવસો-રાત,
કેવી રીતે કરવી જાંચ !
અતલ હથેળીનાં ઊંડાણ
તરફડતી માછલીઓ પાંચ.
0 comments
Leave comment