69 - ઓરડામાં સૂર્ય ચીતરી તાપણું કરતા રહ્યા / રમણીક સોમેશ્વર


ઓરડામાં સૂર્ય ચીતરી તાપણું કરતા રહ્યા,
કોઈ નકશાની નદીને રોજ કરગરતા રહ્યા.

બાથ ભીડી થોરને લ્યો, આંખ તો મીંચી અમે,
ને મુલાયમ સ્પર્શ ચારેકોર પાંગરતા રહ્યા ?

ઘાસ ક્યાં છે કે તમે કેડી અહીં પાડી શકો,
આપણા પગલાં તળે રણ કેટલાં સરતાં રહ્યાં ?

ચાર દીવાલો વિનાના ઓરડામાં કેદ છુ,
બા-અદબ આ વાયરા પહેરો સતત ભરતા રહ્યા.

જે દિવસથી શબ્દ નામે સ્વપ્ન મેં જોયું હતું,
તે દિવસથી આંગળીના ટેરવાં ખરતાં રહ્યાં.0 comments


Leave comment