70 - શોધી શકો તો શોધો પગેરું બનાવનું / રમણીક સોમેશ્વર
શોધી શકો તો શોધો પગેરું બનાવનું,
વ્યાપી ગયું છે શ્હેરમાં મોજું તનાવનું.
મળતા રહે છે હાથ ને ચહેરા હસ્યા કરે,
સંભળાય એક ડૂસકું ધીમું અભાવનું.
ટોળાને સતત ચાલવાનું હોય છે આગળ,
પુછાય નહીં કોઈથી અહીંયાં પડાવનું.
જીવી શકે છે માછલીઓ માછલીઘરમાં,
તૂટી ગયું છે ત્યારથી તળિયું તળાવનું.
શોધી શકો તો શોધો પગેરું બનાવનું,
ફાવી ગયું છે આમ તો મોજું તનાવનું.
0 comments
Leave comment