71 - એક સરખી છાપ પગલાંની પડે છે આપણી / રમણીક સોમેશ્વર


એક સરખી છાપ પગલાંની પડે છે આપણી
દોસ્ત, ઓળખ આપણી કેવી રીતે સંભાળવી.

આપડી ઇચ્છાઓ કેવળ ચીતરેલું ફૂલ છે
આટલી સાદી સમજને કેવી રીતે ટાળવી

રિક્ત-સ્ત્રોતા ખળભળે છે કોઈ અણજાણી નદી
બેઉ કાંઠે છલછલોછલ ધારણાઓ ખાળવી

રક્તમાં થોડી ક્ષણો એવી રીતે ઓગાળવી
સાવ ધીમે, ધીમે ધીમે, ધીમે આંખો ઢાળવી.0 comments


Leave comment