72 - હું નાયક અને સૈન્ય લડવાને ચાલ્યું ! / રમણીક સોમેશ્વર
હું નાયક અને સૈન્ય લડવાને ચાલ્યું !
જુઓ, આગિયાને પકડવાને ચાલ્યું !
હવે ભાળ સૂરજની મળશે ખરેખર,
બરફનું નગર આ પીગળવાને ચાલ્યું !
વરસતી જતી તીક્ષ્ણ તીણી હવામાં,
કટક-દળ-કટક આ પલળવાને ચાલ્યું !
ભરી તોપની સજ્જ ઝીલી સલામી,
ફુલાવીને છાતી સબડવાને ચાલ્યું !
ફક્ત બૂટની છાપ પાડીને રસ્તે,
કહો,સૈન્ય કોને કચડવાને ચાલ્યું !
0 comments
Leave comment