78 - હાંફવાનું દોડવાનું હાંફવાનું / રમણીક સોમેશ્વર


હાંફવાનું દોડવાનું હાંફવાનું
ધ્રૂજવાનું બોલવાનું હાંફવાનું

કામ રેતીનો ઢૂવો ઉલેચવાનું
ખોદવાનું થાકવાનું હાંફવાનું

રોજ ફરવાનું સ્મરણની શેરીઓમાં
થોભવાનું તાકવાનું હાંફવાનું

ચાલવાનું, ને ફરી મક્કમ થવાનું
ને ફરી મક્કમ થવાનું, હાંફવાનું

સૂંઘવાનું, જોઈ લેવાનું બધુંયે
એમ જોયે રાખવાનું, હાંફવાનું

થોભવાનું, હાંફવાનું હાંફવાનું
ચાલવાનું, હાંફવાનું હાંફવાનું.0 comments


Leave comment