79 - લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે / રમણીક સોમેશ્વર


લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે
કોઈ ક્યાં બત્તી કરે છે ?

આંખમાં તારા વિચારો તરવરે છે
કોણ’ લ્યા ચૂંટી ભરે છે ?

રક્તમાં આ કેટલાં રણ વિસ્તરે છે
શું બધી બકબક કરે છે ?

દિગ્ગજો પણ કાન દઈને સાંભળે છે
કોણ રેતીમાં સરે છે ?

જીર્ણ આ ખંડેરની દીવાલ પરથી
સૂર્યનાં કિરણો ખરે છે.0 comments


Leave comment