80 - તરવરતા તોખાર / રમણીક સોમેશ્વર
તરવરતા તોખાર
કૂદ્યા હણહણતા તોખાર
દશે દિશાની દીવાલ ઘેરી
બાંધેલા એ
પડ્યા તબેલા ટૂંકા
કાળાભમ્મર પડે ડાબલા
અહો ડાકલાં
તડાક તબડક
તડાક તબડક
બધુંય ભૂક્કમભુક્કા
હણહણતો ફેલાયો હાહાકાર
કૂદ્યા તરવરતા તોખાર
ધ્રુજ્યા
પીઠ તણા થરકાટે
ધ્રુજ્યા પહાડ
પસીના રેલંછેલા
છૂટ્યા
ને
આ ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ વચ્ચે
આંતરડાનાં-
વણ્યાં દોરડાં તૂટ્યાં
છૂટ્યાં
છાક દઈને છટકંતા તોખાર
કૂદ્યા હણહણતા તોખાર.
0 comments
Leave comment