81 - ખાલીપાનાં ખખડે ઝીરણ દ્વાર / રમણીક સોમેશ્વર


ખાલીપાનાં ખખડે જીરણ દ્વાર
દ્વાર પર કોઈ નદીનાં સૂકેલાં આંસુનાં
તોરણ લટકે

લટકે વીતેલાં વરસોની સૂકી ડાળ
ડાળનાં પીળાં પચરક પાન
હવામાં ઊડે...
વીણું કઈ રીતે ?

ખખડું હું જીરણ દ્વાર બનીને
લટકું તોરણ થઈને દ્વારે
બટકું થઈને ડાળ
હવામાં વીખરાતો હું
પીળું પચરક પાન બનીને...

સ્વયં હવા હું
મને નથી કંઈ
મને નથી કંઈ
ઊડું, ખખડું, સ્પર્શું કે વીખરાઉં
છતાં પણ
મને નથી કંઈ.0 comments


Leave comment