82 - આવ્યું માછલડીને સપનું ડૂબી જવાનું / રમણીક સોમેશ્વર


આવ્યું માછલડીને સપનું ડૂબી જવાનું
ચાંદલિયાના તળાવમાં
એ છબાક દઈને કૂદી
ત્યાં તો છલકાયું આકાશ !

રેલો થઈને વહી નીકળ્યા
થીજી ગયેલા પહાડ
પવન બનીને ચંચળ
કેવળ પુષ્પો પર લહેરાય
માછલડીને અંકોડે અટકેલો
સાગર
તરફડિયાં મારે
પછડાટા ખાય

થંભી ગયા
બધા દિકકાલ
સચરાચરના એક જ હાલ
આવ્યું માછલડીને સપનું ડૂબી જવાનું.0 comments


Leave comment