83 - મોરપિચ્છનાં જંગલ ઊગ્યાં રૂંવાડે રૂંવાડે સૈયર / રમણીક સોમેશ્વર
મોરપિચ્છનાં જંગલ ઊગ્યાં રૂંવાડે રૂંવાડે સૈયર
પીપળ પૂજ્યા પાન અમારી હથેળિયુંમાં ફૂટ્યાં
મોલ લચેલા ખેતરનાં સમણાંની પાંખે
છાતીમાં પંખીડા ઊડ્યાં
નાવણની કૂંડીમાં કૂદ્યાં
છલાંગ મારી શ્વાસ
ડૂબ્યા છલાંગ મારી શ્વાસ
તૂટ્યા નાવણની કૂંડીના કાંઠા
તડાક દઈને તૂટ્યા
ને હું
પાણીના રેલામાં પાણી
કોણ મને આ ચાલ્યું તાણી
છાલક છાલક પાણી પાણી
પાણીનાં ઝળઝળિયાં
ને
ત્યાં
નાવણની કૂંડીનાં પાણી ખૂટ્યાં
પીપળ પૂજ્યાં પાન
અમારી હથેળિયુંમાં ફૂટ્યાં
0 comments
Leave comment