85 - રસે રુદ્રે છેદી શિખરિણી અહા ! આમ છટક્યો / રમણીક સોમેશ્વર


રસે રુદ્રે છેદી શિખરિણી અહા ! આમ છટક્યો
જસૌ જસય લાગ ને રટત પૃથ્વી થ્યો ચાલતો....

સૂતો થાક સદી તણો લઈ અને શાર્દૂલવિક્રીડિત
આ શાંત શાંત કુસુમો મધુમાલિકાનાં
શોધે વસંતતિલકા અવ ક્યાં છુપાયો ?
છંદો

બધા
અહીં તહીં
વિખરાઈ ચાલ્યા...

એવે સમે
કલમ આ માહરી, બની ગઈ બ્હાવરી
છંદને ઝૂલણે કેમ ઝૂલે ...? !0 comments


Leave comment