87 - હજુ ક્યારેક / રમણીક સોમેશ્વર
હજુ ક્યારેક
કુતૂહલવશ
દીવાની જ્યોતને સ્પર્શી લઉં છું અને દાઝું છું
કાચની કણીને
ઝાકળ બિંદુ માની
મસળું છું હાથમાં
અને જોતો રહું છું
હથેળીની લાલાશ
અડકોદડકો
દહીંદડૂકો
શ્રાવણ મહિને
પીલુ પાકે...
પીલુડી નીચે
પાંચીકે રમતાં રમતાં
શ્રાવણ તો સરી ગયો.
હજુય
તડકાનાં ચાંદરણાંને
હાથમાં લઈ
મારી હથેળીને
દીવો માનવાની રમત
રમ્યા કરું છું....
0 comments
Leave comment