90 - પીઠ પર / રમણીક સોમેશ્વર


પીઠ પર
આંગળાની છાપ લઈ
રોજ સવારે
એક ખિસકોલી
તારે આંગણે આવે છે
ત્યારે
તને શું નથી આવતી મારી યાદ ?

ખિસકોલી
વૃક્ષ પર ચઢી
કૂંપળ જેવું મલકે છે
ત્યારે
તું શું નથી અનુભવતી
એક ઝણઝણાટી ?

ચણોઠીના ફળને ફોલતી
ખિસકોલીને જોઈ
નથી છોલાતી શું તારી વેદના ?

એઈ,
સાચું કહેજે,
ખિસકોલીને સ્પર્શવા જતાં
તારા ટેરવામાં
ખૂંપી ગયેલો સ્પર્શ
તારી રગોમાં વહેતા લોહીથી
જુદો પાડવાના પ્રયત્નો
હવે વ્યર્થ નથી ? !0 comments


Leave comment