91 - બોલાવે છે પહાડ / રમણીક સોમેશ્વર
બોલાવે છે પહાડ,
પહાડને છેવાડે ઊભેલું ઠૂંઠૂંઝાડ
નથી જોઈતી નથી
વસંતો જાવ તમોને આપી
આપ્યું ચાંદાનું અજવાળું
આપ્યું આભ બધું ઘરઢાળું
આપી ઓસરીઓ અણબોટ
પછવાડે અકબંધ ઊભેલા
બધાં ઓરડા આપ્યા.
નથી જોઈતું
નથી જોઈતું
નથી જોઈતું
કશું અમોને
સાલી, ડંખ મારતી ક્ષણો
હવે, જન્મે ના જન્મે ત્યાં તો
એને
દઉં ધકેલી
પહાડ તણી ધારેથી
દદડું હુંયે
સીમાડાના વિસ્તરતા એકાંતે
ઊભું
ઠૂંઠાં સાથે ઠૂં ઠૂં થઈને
આ.... લે....
0 comments
Leave comment