96 - એક ઘેટું / રમણીક સોમેશ્વર


એક ઘેટું
ઉગાડ્યા કરે છે ઊન
એના શરીરે.

ભરવાડ
નીર્યાં કરે છે
લીલું ઘાસ.

સૂર્ય
ધ્રુજ્યા કરે છે
ટૂંટિયું વાળીને

આકાશ
મૂંગું મંતર
જોયા કરે છે –
બસ,
જોયા જ કરે છે.0 comments


Leave comment