97 - ચાડિયાની ઉક્તિ / રમણીક સોમેશ્વર


એક સુક્કી ડાળ પર
પાંદડું ફૂટતું જોયું
ત્યારથી
હું
ચાડિયો નથી રહ્યો.

મને ભય છે –
પંખીઓને ઉડાડવા જતાં
હું પોતે જ
ક્યારેક
ઊડી જઈશ.0 comments


Leave comment